વઢવાણ સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયમાંથી કુરિયર કંપનીઓને મુક્તિ આપવા કલેકટરને રજૂઆત કરાઈ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયમાંથી કુરિયર કંપનીઓને મુક્તિ આપવા કલેકટરને રજૂઆત કરાઈ

  • સુરેન્દ્રનગર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન માટે લેવાયેલી નિર્ણયમાંથી કુરિયર કંપનીઓને મુક્તિ આપવા કલેકટરને રજૂઆત કરાઈ.
  • સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવા સાથે પરિસ્થિતિ દિન-પ્રતિદિન ગંભીર બનતી જઈ રહી છે
  • કપળા સમયમાં ઇન્જેક્શન સહિતની દવા જરૂરી જથ્થો કુરિયર કંપનીઓ મારફત પહોંચાડવામાં આવે છે

વઢવાણ સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયમાંથી કુરિયર કંપનીઓને મુક્તિ આપવા કલેકટરને રજૂઆત કરાઈ

વઢવાણ સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયમાંથી કુરિયર કંપનીઓને મુક્તિ આપવા કલેકટરને રજૂઆત કરાઈ

સુરેન્દ્રનગર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન માટે લેવાયેલી નિર્ણયમાંથી કુરિયર કંપનીઓને મુક્તિ આપવા કલેકટરને રજૂઆત કરાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવા સાથે પરિસ્થિતિ દિન-પ્રતિદિન ગંભીર બનતી જઈ રહી છે ત્યારે આ પરિસ્થિતિમાં સુરેન્દ્રનગરમાં પાલિકાના સત્તાધીશોએ વિવિધ વેપારી આગેવાનો સાથે બેઠક યોજીને કોરોનાની ચેન તોડવાના ભાગરૂપે બુધવારથી રવિવાર સુધી એમ પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જોરાવનગરની સંસ્થાનાં આગેવાન દ્વારા ઓક્સિજન સિલિન્ડર બાબતે કલેક્ટરને રજૂઆત કરાઈ

ત્યારે આ નિર્ણયમાંથી કુરિયર કંપનીઓને મુક્તિ આપવામાં આવે તેવી કલેક્ટર કચેરીએ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં પણ આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે આ કપળા સમયમાં ઇન્જેક્શન સહિતની દવા જરૂરી જથ્થો કુરિયર કંપનીઓ મારફત પહોંચાડવામાં આવે છે ત્યારે જો લોકડાઉનમાંથી આ કંપનીઓને મુક્તિ આપવામાં
આવે તો આવા લોકોને મદદરૂપ થઇ શકાય.

વઢવાણ સુરેન્દ્રનગર પોલીસે મારવાડી લાઇનમાંથી જુગાર ઝડપી પાડયો

વધુ સમાચાર માટે…