વીજ બીલની ઉઘરાણી કરવા ગયેલા બે કર્મચારી પર હુમલાની ફરિયાદ
- મેમકા ગામના જેસીંગભાઈ વજાભાઈના વીજ બીલની બાલી રકમ લેવા તેમના ઘેર ઇશ્વરભાઇ ખોડાભાઇ ગયા હતા.
- બીલ નહીં ભરવા બાબતે મીટર કાપવા નહીં દઈને ઝઘડો કર્યો હતો
વઢવાણ લાખુપોળમાં આવેલી સબ ડિવિઝન પી.જી.વી.સી.એલ. કચેરીમાં આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ઇશ્વરભાઇ ખોડાભાઇ અને જૂનિયર આસી. તરીકે મુકેશભાઇ ઘનજીભાઇ ચારોલા ફરજ બજાવી રહ્યા છે. આ બંને કર્મચારીઓ વીજબીલના બાકી બીલની રિકવરી કરવા માટે મેમકા ગામે ગયા હતા. આ દરમિયાન મેમકા ગામના જેસીંગભાઈ વજાભાઈના વીજ બીલની બાલી રકમ લેવા તેમના ઘેર ઇશ્વરભાઇ ખોડાભાઇ ગયા હતા.
સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર પાસે આવેલ બંધ એટીએમ, પુનઃ ચાલુ કરવાની સિનિયર સિટીઝનોની માંગ
ત્યારે જેસીંગભાઈના પૌત્ર ઘનશ્યામભાઈ વાલજીભાઇ અને વિજયભાઈએ ઇશ્વરભાઇ સાથે બીલ નહીં ભરવા બાબતે મીટર કાપવા નહીં દઈને ઝઘડો કર્યો હતો તેમજ ઘનશ્યામભાઈએ લાકડથી તેમજ ઢીકાપાટુનો માર મારી ઇજા કરી હતી.
આથી વઢવાણ પોલીસ સ્ટેશનમાં મેમકના બંને શખ્સો સામે ચાલુ ફરજમાં રૂકાવટ કરી, માર મારી, ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવેલ છે.
થાનગઢ તાલુકાની સરોડી ગામની પ્રાથમિક શાળામાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું