રામ રણુજા આશ્રમ ખાતે સ્ફટિક શિવલિંગ પૂજા કરાઈ
- રામ રણુજા આશ્રમ ખાતે સ્ફટિક શિવલિંગ પૂજા કરાઈ
વઢવાણ તાલુકાના કોઠારીયા રોડ ઉપર આવેલ રામ રણુજા આશ્રમ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે મહાત્યુંજય મહાદેવ મંદિર ખાતે સ્ફટિક શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આચાર્ય પદે લાલા મહારાજ રહ્યા હતા. આ પ્રસંગે અનિરુદ્ધસિંહ પઢીયાર કાનજીભાઈ રાજપુત આશ્રમના મહંત લાભુગીરીબાપુ, રાજેન્દ્રગીરીબાપુ તથા શિવભક્તોએ મહાશિવરાત્રિની સાદગીથી ઉજવણી કરીને શિવ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
-A.P : રોપોર્ટ