સુરેન્દ્રનગર : શિવરાત્રી અંતર્ગત બજારમાં શકકરીયાની ધોમ આવક
- સૌરાષ્ટ્રભરમાં શિવરાત્રીનું તહેવારનું મહિમા વધારે હોય છે
- શકકરીયા અને બટેટા ઉપવાસમાં લેવામાં આવતા હોય છે
- શાકમાર્કેટની અંદર શકકરીયાની મોટી માત્રામાં આવક જોવા મળી છે
સૌરાષ્ટ્રભરમાં શિવરાત્રીનું તહેવારનું મહિમા વધારે હોય છે. ત્યારે હિન્દુ ધર્મમાં આ દિવસે ઉપવાસ કરી અને શકકરીયા અને બટેટા ઉપવાસમાં લેવામાં આવતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં શાકમાર્કેટની અંદર શકકરીયાની મોટી માત્રામાં આવક જોવા મળી છે. પરંતુ હાલમાં શકકરીયા નું વેચાણમાં ઘરાગી ના હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે ગત વર્ષે શિવરાત્રીના તહેવારમાં શકકરીયા ના ભાવ રૂપિયા 50 થી રૂપિયા 60 કિલોના ભાવે વેચાતા હતા. ત્યારે આ વર્ષે માત્ર 30 રૂપિયે કિલો શકકરીયા વેચવા છતાં કોઈ ગ્રાહક કે લેવા છે. ને ત્યારે હાલમાં સુરેન્દ્રનગરની શાકમાર્કેટમાં આવતીકાલે શિવરાત્રીના તહેવારને લઇ અને શકકરીયા ને બટેટાની લારી ઠેરઠેર જોવા મળી રહી છે. ત્યારે લારીઓવાળા જણાવી રહ્યા છે કે સાંજના ઘરાકી નીકળશે
-A.P : રોપોર્ટ