વઢવાણ સુરેન્દ્રનગર તાઉતે વાવાઝોડામાં પોલીસ જવાનોની કામગીરીને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર કુમાર બગડીયાએ બિરદાવી
- વાવાઝોડામાં પણ સુરેન્દ્રનગરની પોલીસે 24 કલાક પોતાની ફરજ બજાવી છે.
- ભૂખ્યાને ભોજન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
- સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર દ્વારા બિરદાવામાં આવી
- તેમને આગામી દિવસોમાં સન્માનિત પણ કરવામાં આવશે

વાવાઝોડામાં પણ સુરેન્દ્રનગરની પોલીસે 24 કલાક પોતાની ફરજ બજાવી છે. ત્યારે ઠેક ઠેકાણે જે રોડ-રસ્તાઓ તૂટયા હતા ત્યાં રોડ રસ્તા ઉપર સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ જવાનો દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું બીજી તરફ કેટલાક ઘરોના છાપરા ઉડી ગયા હતા.
તે મકાન માલિકોને સલામત સ્થળે ખસેડવાનું કામ પણ પોલીસ જવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. ભૂખ્યાને ભોજન પણ પૂરું પાડવામાં પોલીસ જવાનો દ્વારા આવ્યું હતું. જયારે સુરેન્દ્રનગર શહેરમાં તાઉતે વાવાઝોડાએ તારાજી સર્જી છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ છેલ્લી 24 કલાક સ્ટેન્ડ વાઇસ થઈ જવા પામી હતી અને જે જગ્યાઓ ઉપર ઝાડ પડ્યા હોય ત્યાં તાત્કાલિકપણે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના જવાનો દોડી જતાં હતા અને રોડ ઉપરથી ઝાડ હટાવાની કામગીરી પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ જવાનો કરતાં હતા.
ત્યારે આ કામગીરીને વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર દ્વારા બિરદાવામાં આવી જે પોલીસ દ્વારા આવી સહારનીય કામગીરી કરવામાં આવી છે. તેમને આગામી દિવસોમાં સન્માનિત પણ કરવામાં આવશે તેવું પણ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડ્યા દ્વારા જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાની અસરના પગલે કોઇ પણ જાતની જાનહાની સુરેન્દ્રનગરમાં સર્જાવા પામી નથી. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના જવાનો સતત 24 કલાક ખડેપગે રહ્યા હતા અને આવી આફતના સમયે પણ લોકોની વહારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના જવાનો ગયા હતા ત્યારે આવી કામગીરી કરનારનો આભાર પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.