ગણેશ ચતુર્થી 2021: આવતીકાલથી શરૂ થશે દૂંદાળા દેવનો તહેવાર, પુણ્ય મેળવવા માટે આ રીતે કરો સૂંઢના આધારે ગણેશજીની પ્રતિમાની સ્થાપના
જમણી સૂંઢવાળા ગણેશજીને દક્ષિણાભિમુખી અને ડાબી સૂંઢવાળા ગણેશજીને વામમુખી કહેવામાં આવે છે. જાણો કઈ સૂંઢવાળા ગણેશજીની મૂર્તિ ક્યાં રાખવામાં આવે તો પુણ્ય મળી શકે છે.
- આવતીકાલથી શરૂ થશે ગણેશ ચતુર્થીનો તહેવાર
- જાણો કયા ગણેશજીને ક્યાં સ્થાપિત કરવા
- ગણેશજીની યોગ્ય સ્થાપનાથી મળે છે અનેક ગણું પુણ્ય

આપણે કોઇ પણ કાર્યની શરૂઆત પહેલા શ્રીગણેશ જરૂર લખીએ છીએ. ભગવાન ગણપતિની ઘણી વાર્તા તમે સાંભળી હશે પરંતુ આજે અમે તમને તેમની સુંઢને લઇને કેટલીક વાતો જણાવીશું, જેમકે તેમની સુંઢ કઇ તરફ હોય તો તે ભાગ્યશાળી ગણાય.
કહેવામાં આવે છે કે ભગવાન શંકરે ક્રોધમાં આવીને ગણેશજીનુ માથુ ત્રિશુલથી કાપી નાંખ્યુ હતુ. ત્યારે માતા પાર્વતીએ હાથીના બચ્ચાનુ માથુ કાપીને ગણેશજીના માથે લગાવી દીધુ હતુ. ત્યારથી ગણેશજીને ગજમુખાય પણ કહેવાય છે.
ગણેશજીની સુંઢ સાથે જોડાયેલી કેટલીક બાબતો:
- એવુ માનવામાં આવે છે કે ભગવાન ગણેશ પોતાની સુંઢથી પરમ પિતા બ્રહ્માજીને જળ અર્પણ કરે છે.
- સુંઢ વાળી ગણેશજીની મૂર્તિ જોઇને ઘરમાંથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.
- ગણેશજીની સૂંઢ બુદ્ધિમતા અને વિવેક શીખવે છે.
- ગણેશજીની મૂર્તિ ઘરમાં રાખવાથી ઘર પોઝીટીવ એનર્જીથી ભરાઇ જાય છે.
Akshay Kumar Mother Death: અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયાનું નિધન
->જમણી બાજુ સુંઢ
જમણી બાજુ હોય તેવી સુંઢવાળી પ્રતિમાને ઘર કે ઑફિસમાં રાખવામાં નથી આવતી, આ પ્રકારની પ્રતિમા માત્ર મંદિરોમાં સ્થાપિત કરવામાં આવે છે. કારણકે આ પ્રકારની મૂર્તિને વિધિ વિધાન દ્વારા સ્થાપિત કરવામાં આવે છે.
->ડાબી બાજુ સુંઢ
ડાબી બાજુ સૂંઢ વાળા ગણેશને ઘરમાં કે ઑફિસમાં સ્થાપિત કરવા જોઇએ, જેનાથી વાતાવરણમાં સકારાત્મકતા આવે છે અને સુખ સમૃદ્ધિ તમારો સાથ ક્યારેય નથી છોડતી.
->સીધી સૂંઢ
સીધી સૂંઢ વાળી પ્રતિમા ખુબ દુર્લભ હોય છે. આ પ્રકારની પ્રતિમા તમને ખુબ ઓછી જોવા મળશે. આ પ્રકારની પ્રતિમાની પૂજા રિદ્ધિ-સિદ્ધિ, જાગરણ કે મોહ માયા છોડવા માટે હોય છે. સાધુ સંત પાસે જ આ પ્રકારની મૂર્તિ હશે.
Taarak Mehta Ka Ooltah Chashmah: ફેન્સ વર્ષોથી જોઈ રહ્યા હતા જેની રાહ, આખરે તે આવી ગઈ!