- Advertisement -
HomeNEWSધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં 40 ફૂટ ઊંડા બોરમાં બાળકી ફસાઈ, રેસ્ક્યૂ ઓપરેશન...

ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં 40 ફૂટ ઊંડા બોરમાં બાળકી ફસાઈ, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

- Advertisement -

ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં 40 ફૂટ ઊંડા બોરમાં બાળકી ફસાઈ, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

Google News Follow Us Link

Girl trapped in 40 feet deep bore in Gajanvav village of Dhrangadhra taluka, rescue operation started

  • ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં બોરવેલમાં બાળકી બોરવેલમાં પડી ગઇ
  • 40 મિનિટમાં માસૂમ બાળકીને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા

ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં બોરવેલમાં બાળકી બોરવેલમાં પડી ગઇ છે. આ બોરવેલમાં 12 વર્ષની બાળકી આશરે 40 ફૂટે નીચે ફસાઇ હોવાની શક્યતા છે. હાલ ધ્રાંગધ્રા મામલતદાર અને ડિઝાસ્ટર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. હાલ બાળકી માટે રેસ્ક્યૂ ઓપરેશન કરીને તેને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Girl trapped in 40 feet deep bore in Gajanvav village of Dhrangadhra taluka, rescue operation started

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં ખેતરમાં આવેલા બોરવેલમાં 12 વર્ષની મનિષા નામની બાળકી બોરવેલમાં પડી ગઇ છે. બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી ગઇ હતી. આ બાળકી ખેતમજુરી કરવા આવેલા પરપ્રાંતિય પરિવારની દીકરી છે. હાલ આ બાળકીને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ દુર્ઘટનાને કારણે હાલ આખા ગામમાં ચકચાર મચી જવા પામી છે.

Girl trapped in 40 feet deep bore in Gajanvav village of Dhrangadhra taluka, rescue operation started

નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીની અંદર 500 ફૂટ ઊંડા બોરમાં બાળક પડવાની ઘટના બની હતી. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી. ઘટનાની જાણ તંત્રને થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.

ગેરકાયદે પાણીની ચોરી : મૂળી તાલુકાના રામપરડા ગામે નર્મદા લાઇનમાં પાણી ચોરી કરતાં ગેરકાયદે કનેક્શનો દૂર કરાયા

વધુ સમાચાર માટે…

NEWS18 ગુજરાતી

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...