વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી પાસે પત્રકારોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો
પોલીસએ અટકાયત કરી
- સુરેન્દ્રનગર કલેકટર કચેરી પાસે પત્રકારોએ એકઠા થઈ બોર્ડ બેનર સાથે વિરોધ નોંધાવ્યો
- પોલીસ અધિકારી પીએસઆઇ અને પોલીસ કર્મચારીઓ દ્વારા પત્રકારોની અટક કરી
- પોલીસની કામગીરીને વખોડી કાઢી આ વિરોધ નોંધાવ્યો હતો.
સુરેન્દ્રનગર કલેકટર કચેરી પાસે પત્રકારોએ એકઠા થઈ બોર્ડ બેનર સાથે વિરોધ નોંધાવ્યો. સુરેન્દ્રનગરમાં પત્રકાર સાથે સાંસદ દ્વારા થયેલ ગેરવર્તન મામલે વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. ત્યારે આ મામલે પત્રકારોએ આશ્ચર્યજનક રીતે રેલી યોજી સાંસદ સામે કાર્યવાહી કેમ નહીં તેવા સવાલો ઉઠાવી કાર્યક્રમ આપવાની તૈયારી દર્શાવી હતી.
સુરેન્દ્રનગર ખમીસાણા પાસે પરણિત યુવકનાં આપઘાત બાદ માનસિક ત્રાસ આપનાર ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
ત્યારે પત્રકારોએ આંબેડકર ચોકથી રેલી યોજી કાર્યક્રમ આપે તે પહેલાં જ પોલીસ અધિકારી પીએસઆઇ અને પોલીસ કર્મચારીઓ દ્વારા પત્રકારોની અટક કરીને જુદા-જુદા પોલીસ સ્ટેશનની અટક કરીને કામગીરી કરવામાં આવી હતી. બાદમાં તેઓને મુક્ત કરવામાં આવતા તમામ પત્રકારોને સુરેન્દ્રનગર કલેકટર કચેરી પાસે એકઠા થઈને બોર્ડ બેનર સાથે પોલીસની કામગીરીને વખોડી કાઢી આ વિરોધ નોંધાવ્યો હતો.
વઢવાણ સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લફિંગ ક્લબ દ્વારા એક્સરસાઇઝનું આયોજન