વઢવાણ સુરેન્દ્રનગરમાં મહિલા ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા દ્વારા લારી ધારક ઉપર હુમલો

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગરમાં મહિલા ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા દ્વારા લારી ધારક ઉપર હુમલો

  • સુરેન્દ્રનગરમાં બેન્ક ઓફ બરોડા સામે મહિલા ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા દ્વારા લારી ધારક ઉપર હુમલો કરવામાં આવ્યો છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં મહિલા ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા દ્વારા લારી ધારક ઉપર હુમલો
વઢવાણ સુરેન્દ્રનગરમાં મહિલા ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા દ્વારા લારી ધારક ઉપર હુમલો

સુરેન્દ્રનગરમાં બેન્ક ઓફ બરોડા સામે મહિલા ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા દ્વારા લારી ધારક ઉપર હુમલો કરવામાં આવ્યો છે. માર મારવામાં આવ્યો છે. જ્યારે આ માર મારવામાં આવતા લારી ધારકને હાલમાં ગંભીર રીતે માથાના ભાગમાં ઇજાઓ પહોંચવા પામી છે.

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના મેઇન રોડ ઉપર આવેલી બેન્ક ઓફ બરોડા સામે શોહિલભાઈ ખોજાણી નામના ફ્રુટની લારી ધારકને મહિલા ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા દ્વારા માર મારવામાં આવ્યો છે. માર મારવામાં આવતા આ શોહિલભાઈ ખોજાણીના માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 22 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા

ત્યારે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિકપણે સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ત્યારે મહિલા ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. વધુ એક શખ્સ ઉપર હુમલો કર્યો છે માર માર્યો છે. ત્યારે સુરેન્દ્રનગર મેઇન રોડ ઉપર આવેલી બેન્ક ઓફ બરોડા સામે શોહિલભાઈ પોતાની ફ્રુટની લારી લઇને પસાર થઇ રહ્યા હતા.

તે સમયે મહિલા ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા દ્વારા તેને ઊભો રાખી અને ગાડીમાંથી અચાનક ધોકો કાઢી અને માર મારવામાં આવ્યો છે ત્યારે માર મારવામાં આવતાં લારી ધારકને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે. માથાના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિકપણે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ત્યારે લારી ધારક ઉપર ટ્રાફિક પોલીસે હુમલો કરતાં હાલમાં લારી ધારક લોકોમાં રોષનો માહોલ સર્જાવા પામ્યો છે. આ બાબતના વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયા છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તૌકતે વાવાઝોડાની અસર

વધુ સમાચાર માટે…