LIC IPO : દેશના સૌથી મોટા IPO ની સફળતા માટે સરકાર FDI પોલિસીમાં ફેરફાર કરશે, જાણો વિગતવાર

Photo of author

By SOHAM 24 NEWS

LIC IPO : દેશના સૌથી મોટા IPO ની સફળતા માટે સરકાર FDI પોલિસીમાં ફેરફાર કરશે, જાણો વિગતવાર

Google News Follow Us Link

LIC IPO : દેશના સૌથી મોટા IPO ની સફળતા માટે સરકાર FDI પોલિસીમાં ફેરફાર કરશે, જાણો વિગતવાર

FDI નિયમોમાં ફેરફાર કરવા અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સિસ્ટમ્સ (DFS) અને સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગ DIPAM સાથે વાટાઘાટો ચાલી રહી છે. આ મુદ્દે બે મહત્વની બેઠકો થઈ છે.

  • જીવન વીમા નિગમના મેગા IPO 
  • ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ પોલિસીમાં ફેરફાર
  • જીવન વીમા નિગમનો IPO 1 લાખ કરોડનો હશે.

LIC IPO : જીવન વીમા નિગમના મેગા IPO માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સરકાર તેની FDI નીતિમાં ફેરફાર કરી શકે છે. સરકાર આ ક્વાર્ટરમાં LIC IPO લાવવા માંગે છે. DPIIT સેક્રેટરી અનુરાગ જૈને જણાવ્યું હતું કે વીમા ક્ષેત્રમાં FDI (ફોરેન ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ) માટેની મર્યાદા 74 ટકા છે જોકે આ મર્યાદા જીવન વીમા નિગમને લાગુ પડતી નથી.

એક અખબારી અહેવાલ મુજબ જૈને જણાવ્યું કે વીમા ક્ષેત્ર માટે વર્તમાન FDI નીતિ જીવન વીમા નિગમની ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં મદદ કરશે નહીં. આવી સ્થિતિમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ પોલિસીમાં ફેરફાર કરવા પડશે. પોલિસીમાં જલ્દી ફેરફાર કરવાની જરૂર છે કારણ કે LICનો IPO તેના પર નિર્ભર છે.

ગૃહિણીઓ માટે માઠા સમાચાર, સિંગતેલ અને કપાસિયા તેલનો ડબ્બો થયો આટલો મોંઘો

બે મહત્વપૂર્ણ બેઠકો મળી

FDI નિયમોમાં ફેરફાર કરવા અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સિસ્ટમ્સ (DFS) અને સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગ DIPAM સાથે વાટાઘાટો ચાલી રહી છે. આ મુદ્દે બે મહત્વની બેઠકો થઈ છે જે બાદ DPIIT, DFS, DIPAMની પરસ્પર સમજૂતી પણ થઈ ગઈ છે.

FDIમાં જરૂરી ફેરફારો માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે

FDI નિયમોમાં જરૂરી ફેરફારો અંગે હાલમાં ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ડ્રાફ્ટ તૈયાર થયા બાદ તેને મંજૂરી માટે કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. સરકારનું ધ્યાન ભારતમાં બિઝનેસ કરવાની પ્રક્રિયા શક્ય તેટલી સરળ બનાવવા પર છે. આ કિસ્સામાં સરકાર નિયમોને સરળ બનાવવાનો આગ્રહ કરી રહી છે જેથી કરીને LIC IPOમાં કોઈ સમસ્યા ન આવે. એવું માનવામાં આવે છે કે જાન્યુઆરીના અંત સુધીમાં તમામ નિયમનકારી કાર્ય પૂર્ણ થઈ જશે.

મધુબન મેં રાધિકા નાચે..ગીતના પગલે સની લિઓન વિવાદમાં, હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવવાનો આરોપ

આ મહિને સેબીને દસ્તાવેજો સબમિટ થઈ શકે છે

વૈશ્વિક રોકાણકારો સાથેની તાજેતરની વાતચીતમાં LICના એક વરિષ્ઠ અધિકારીએ સંકેત આપ્યો હતો કે IPO સંબંધિત દસ્તાવેજો આ મહિનાના ત્રીજા સપ્તાહમાં માર્કેટ રેગ્યુલેટર સેબીને સબમિટ કરવામાં આવશે. નાણા મંત્રાલય નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં LICનું લિસ્ટિંગ ઈચ્છે છે. માનવામાં આવે છે કે જીવન વીમા નિગમનો IPO 1 લાખ કરોડનો હશે. ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટો આઈપીઓ હશે.

હેપ્પી બર્થ ડે સુપ્રિયા પાઠક: ખીચડીની ‘હંસા’ એટલે કે સુપ્રિયા પાઠકે 11 વર્ષ બાદ કર્યું…

વધુ સમાચાર માટે…

TV9 ગુજરાતી

Google News Follow Us Link