દૂધરેજનો રાહુલ રિવોલ્વર સાથે ઝડપાયો
- વઢવાણ તાલુકાના દૂધરેજ ગામે રહેતા અને ડ્રાઈવિંગનો ધંધો કરતા રાહુલ ઉર્ફે જેવી અશોકભાઇ ગોહિલ ગેરકાયદેસર હથિયાર રાખતો
- એસ.ઓ.જી. પોલીસે રિવોલ્વર સહિત કુલ રૂપિયા 50 હજારનો મુદ્દામાલ કબજે કરી હથિયાર ધારા અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
વઢવાણ તાલુકાના દૂધરેજ ગામે રહેતા અને ડ્રાઈવિંગનો ધંધો કરતા રાહુલ ઉર્ફે જેવી અશોકભાઇ ગોહિલ ગેરકાયદેસર હથિયાર રાખતો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે દૂધરેજથી ખોડુ રોડ પર વોચ ગોઠવી હતી
અલ્ટ્રા વિઝન એકેડેમીના 6 વિદ્યાર્થીઓ જેઈઈ મેઈનની પરીક્ષામાં
એ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા રાહુલ ગોહિલને અટકાવી તલાસી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટની રિવોલ્વર મળી આવી હતી. આથી એસ.ઓ.જી. પોલીસે રિવોલ્વર સહિત કુલ રૂપિયા 50 હજારનો મુદ્દામાલ કબજે કરી હથિયાર ધારા અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
થાનગઢ પાલિકા પ્રમુખ દ્વારા સોમવારે સ્વૈચ્છિક બંધમાં જોડાવવા દુકાનદારો અને વેપારીઓને અપીલ કરાઈ