Limbdi – સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગે લીંબડીની હોસ્પિટલમાંથી બે સોનોગ્રાફી મશીન સીલ કર્યા
સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગે લીંબડી હોસ્પિટલમાંથી બે સોનોગ્રાફી મશીન સીલ કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં લીંબડી પટેલ હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય આધિકારીની ટીમે ઓચિંતું ચેકીંગ હાથ ઘરતા ખાનગી હોસ્પિટલમાં દોડઘામ મચી જવા પામી હતી.
પાછલા કેટલાંક સમયથી ગર્ભ પરીક્ષણ કરતા ખાનગી દવાખાના ધમધમી રહ્યા હોવાની વ્યાપક બુમરાડ ઉઠવા પામી હતી. જેમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરી અને ગર્ભના દુશ્મનો બની રહેલી હોસ્પિટલ ઉપર તવાઈ બોલાવી છે. અને સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લીંબડીમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત લીંબડી પટેલ હોસ્પિટલમાં આવેલા બે સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા હતા.
જેમાં લીંબડીની પટેલ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનનું રજીસ્ટર રાખવું પડતું હોય છે, અને તેની તપાસ કરતા તે હોસ્પિટલમાં કાંઈ જોવા મળ્યું ન હતુ. આથી સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રજીસ્ટર મેન્ટેન ન કરવા બદલ હોસ્પિટલના બંને સોનોગ્રાફી મશીનને સીલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં લીંબડી પટેલ હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય આધિકારીની ટીમે ઓચિંતું ચેકીંગ હાથ ઘરતા ખાનગી હોસ્પિટલમાં દોડઘામ મચી જવા પામી હતી.
જેમાં આજરોજ લીંબડી મુકામે એપ્રોપ્રિયેટેડ ઓથોરિટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, સુરેન્દ્રનગર દ્વારા પટેલ મેટરનીટી હોમ ડો. જી. એસ. પટેલના ક્લિનિકની મુલાકાત લેતા ક્લિનિક મુકામે પીસીપીએનડીટી એક્ટ 2004નો ભંગ જણાતા ક્લિનિક ખાતેના બે સોનોગ્રાફી મશીન નિયમ મુજબ સીલ કરવામાં આવ્યા હતા.