- Advertisement -
HomeNEWSઆ વ્યક્તિ લખવા જઈ રહ્યા છે રતન ટાટાની બાયોગ્રાફી, પુસ્તકથી ખુલશે અનેક...

આ વ્યક્તિ લખવા જઈ રહ્યા છે રતન ટાટાની બાયોગ્રાફી, પુસ્તકથી ખુલશે અનેક રહસ્યો!

- Advertisement -

આ વ્યક્તિ લખવા જઈ રહ્યા છે રતન ટાટાની બાયોગ્રાફી, પુસ્તકથી ખુલશે અનેક રહસ્યો!

Google News Follow Us Link

આ વ્યક્તિ લખવા જઈ રહ્યા છે રતન ટાટાની બાયોગ્રાફી, પુસ્તકથી ખુલશે અનેક રહસ્યો!

હાલમાં જ 84માં જન્મદિવસ ઉજવનારા રતન ટાટાના જીવનની સાદગી અને તેમની પરોપકારની ભાવના પર લોકો ફિદા છે. જ્યારે તેમની આ જીવનગાથાને એક પુસ્તક રૂપે ગૂંથવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

  • દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ રતન ટાટા
  • જીવનની સાદગી અને તેમની પરોપકારની ભાવના પર લોકો ફિદા
  • બહુ જલ્દી એક ભૂતપૂર્વ અમલદાર તેમનું જીવનચરિત્ર લખવા જઈ રહ્યા છે

જીવનચરિત્રમાં તેમના બાળપણ, કોલેજના દિવસો અને શરૂઆતના જીવનની વિગતવાર માહિતી હશે.

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata) કરોડો લોકોના પ્રેરણાસ્ત્રોત છે. હાલમાં જ 84માં જન્મદિવસ ઉજવનારા રતન ટાટાના જીવનની સાદગી અને તેમની પરોપકારની ભાવના પર લોકો ફિદા છે. જ્યારે તેમની આ જીવનગાથાને એક પુસ્તક રૂપે ગૂંથવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હાર્પર કોલિંસ જલ્દી જ તેમની આત્મકથા (Ratan Tata Biography) પબ્લિશ કરવા જઈ રહ્યા છે.

ટાટા સન્સ (Tata Sons)ના માનદ અધ્યક્ષ રતન ટાટા દેશના સૌથી પ્રિય ઉદ્યોગપતિઓમાંના એક છે. લાખો લોકો માટે પ્રેરણારૂપ રતન ટાટાના જીવન વિશે કોણ વાંચવા નહીં માંગે? હવે બહુ જલ્દી એક ભૂતપૂર્વ અમલદાર તેમનું જીવનચરિત્ર લખવા જઈ રહ્યા છે અને તેને પ્રકાશિત કરવા માટે વિશ્વભરના પ્રકાશન ગૃહો વચ્ચેના યુદ્ધમાં હાર્પર કોલિન્સનો વિજય થયો છે.

શું તમે જાણો છો કે પૃથ્વી પર પાણી ક્યાંથી આવ્યું? વૈજ્ઞાનિકોએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો

ભૂતપૂર્વ અમલદાર રતન ટાટાની બાયોગ્રાફી લખશે

પૂર્વ બ્યુરોક્રેટ અને રિટાયર્ડ IAS ઓફિસર થોમસ મેથ્યુને રતન ટાટાની બાયોગ્રાફી લખવાની તક મળી છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન મેથ્યુ પાસે રતન ટાટાના ફોટોગ્રાફ્સ, ખાનગી કાગળો અને પત્રોના એક્સેસ રહ્યા છે. મેથ્યુએ અગાઉ ‘એબોડ અંડર ધ ડોમ’ (Abode Under the Dome) અને ‘ધ વિંગ્ડ વંડર્સ ઓફ રાષ્ટ્રપતિ ભવન’ (The Winged Wonders of Rashtrapati Bhavan) જેવા પુસ્તકો લખ્યા છે.

આ વ્યક્તિ લખવા જઈ રહ્યા છે રતન ટાટાની બાયોગ્રાફી, પુસ્તકથી ખુલશે અનેક રહસ્યો!

દેશની સૌથી મોટી નોન-ફિક્શન ડીલ

રતન ટાટાનું જીવનચરિત્ર પ્રકાશિત કરવા માટે હાર્પરકોલિન્સ દ્વારા કરાયેલા કરારને દેશના ઈતિહાસની સૌથી મોટો નોન-ફિક્શન ડીલ તરીકે ઓળખવામાં આવે છે. સૂત્રો અનુસાર એક અહેવાલ મુજબ આ પુસ્તક પર ફિલ્મ અથવા વેબ સિરીઝ બનાવવાના અધિકારો લેખક પાસે રહેશે. અગાઉ 2014માં ક્રિકેટર સચિન તેંડુલકરની બાયોગ્રાફી પ્રકાશિત કરવા માટે દેશમાં ભારે હરીફાઈ ચાલી રહી હતી.

રોકાણ સામે અઢળક નફો આપનાર IPO માં શેર્સ નથી લાગ્યા ? ચિંતા ન કરશો અનેક તકો છે હજુ કતારમાં

બાળપણથી લઈને કોલેજના દિવસો સુધીની વિગતો હશે

યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય એવા 84 વર્ષીય રતન ટાટાના જીવનચરિત્રમાં તેમના બાળપણ, કોલેજના દિવસો અને શરૂઆતના જીવનની વિગતવાર માહિતી હશે. આ સાથે ટાટા કંપનીમાં તેમના કામ અને અંગત જીવનની ઘણી અજાણી વાતો પણ હશે.

આવી ઘણી ઘટનાઓ આ પુસ્તકમાં સામેલ કરવામાં આવશે, જેના વિશે જાહેર મંચ પર વધુ માહિતી ઉપલબ્ધ નથી. જેમાં ટાટાના નેનો પ્રોજેક્ટની અકથિત વાર્તાઓ, ટાટા સન્સના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને હટાવવા, ટાટા સ્ટીલ દ્વારા કોરસનું અધિગ્રહણ સામેલ છે.

કેવડિયા રેલવે સ્ટેશન હવેથી એકતાનગર તરીકે ઓળખાશે

વધુ સમાચાર માટે…

TV9 ગુજરાતી

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Tagorebagh – સુરેન્દ્રનગરમાં ટાગોરબાગ મુખ્ય માર્ગ પર પાલિકા સંચાલિત શૌચાલયને ખંભાતી તાળા

Tagorebagh - સુરેન્દ્રનગરમાં ટાગોરબાગ મુખ્ય માર્ગ પર પાલિકા સંચાલિત શૌચાલયને ખંભાતી તાળા Google News Follow Us Link સુરેન્દ્રનગર શહેરમાં આજુબાજુના તાલુકાઓ અને ગામોમાંથી રોજના હજારો લોકો ખરીદી કરવા આવતા હોય છે. તેમની સુવિધાઓ માટે મેઇન રોડ પર જાહેર શૌચાલયો બનાવાયા છે. પરંતુ તેને ખંભાતીતાળા જોવા મળ્યા હતા. ટાગોર બાગ રોડ ઉપર તંત્ર દ્વારા નવી પાલિકા બજાર બનાવીને શહેરની લારીઓ ત્યાં મોકલી દેવાતા હવે એ રસ્તો ધમધમતો...