Panshina – પાણશીણા ગામે અગિયારસના દિવસે રાવણ વધ કરવાની પરંપરા

Photo of author

By rohitbhai parmar

Panshina – પાણશીણા ગામે અગિયારસના દિવસે રાવણ વધ કરવાની પરંપરા

Google News Follow Us Link

The tradition of killing Ravana on the eleventh day of Panshina village

સામાન્ય રીતે વિજયાદશમીના દિવસે સમગ્ર દેશમાં રાવણ દહન અને વધના કાર્યક્રમો યોજાતા હોય છે પરંતુ લીંબડીના પાણશીણા ગામમાં અગિયારસના દિવસે રાવણને વધ કરવાની અનોખી પરંપરા છેલ્લા 125 વર્ષોથી ચાલી આવે છે. ત્યારે બુધવારે અગિયારસને દિવસે પાણશીણામાં રાવણને લાકડી વડે મારમારી અનોખી પરંપરા જાળવી રાખવામાં આવી હતી. સાથે પર્યાવરણ બચાવવાનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો.

લીંબડી તાલુકાના પાણશીણા ગામે અંદાજે 125 વર્ષથી દશેરાને બદલે અગિયારસના દિવસે રાવણને મારવાની અનોખી પરંપરા આજે પણ અકબંધ છે. બુધવારે અગિયારસને દિવસે ગ્રામજનો દ્વારા રાવણને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ શહેરના બહુચર માતાના ચોકમાં ગ્રામજનો લાકડી સાથે ઉમટી પડ્યા હતા. રામ અને રાવણની કે લડાઈ વચ્ચે ગામના યુવાનોએ લાકડી વડે આડશ રાખી હતી અને ત્યારબાદ ચોકમાં રામ, લક્ષ્મણ અને રાવણ વચ્ચે ભીષણ યુધ્ધ ખેલાયું હતું.

નવરાત્રીના પ્રથમ સાત દિવસ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ બહુચર ચોકમાં ગરબે ઘૂમે છે. જયારે અંતિમ ત્રણ દિવસોમાં જય ચિત્તોડ, પૃથ્વીરાજ ચૌહાણ, દ્રોપદી વાહરણ, શિવાજી જેવા ખેલ ભજવાય છે અને અગિયારસના દિવસે રાવણના વધ સાથે નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવે છે.

આ પરંપરા પાછળનું કારણ ગ્રામજનો જણાવી રહ્યાં છે કે, વર્ષો પહેલા ગામમાં તમામ ખેડૂતો અગીયારસના દિવસે અગતો એટલે રજા રાખતા હતા. જેથી ગામના તમામ લોકો રાવણવધને માણી શકે તે માટે પાણશીણા ગામમાં અગીયારસના દિવસે રાવણનો વધ કરવામાં આવે છે. તેમજ રાવણ દહનના બદલે પ્રતિકરૂપે લાકડી વડે રાવણને મારવા પાછળ પણ ગ્રામજનોની પર્યાવરણ બચાવવાનો પણ હેતુ છુપાયેલો છે. રાવણના પુતળાનું દહન કરવાથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવાનો ભય રહે છે જેને લઇને ગ્રામજનો દ્વારા પુતળા દહનના બદલે પ્રતિકરૂપે લાકડી વડે રાવણનો વધ કરવામાં આવે છે.

Meeting – સુરેન્દ્રનગરમાં નવરાત્રિના આયોજન અંગે ગરબા આયોજકો સાથે બેઠક

ગુજરાત સમાચાર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link