વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને વિવિધ સંસ્થાઓ અને એસોસિએશને આવકાર્યું
- સુરેન્દ્રનગર શહેરમાં પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને વિવિધ સંસ્થાઓ અને એસોસિએશને આવકાર્યું.
- કોરોના ચેઇન તોડવી ખૂબ જરૂરી હોવાથી સુરેન્દ્રનગરમાં આગામી પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની જાહેરાત થવા પામી છે.
સુરેન્દ્રનગર શહેરમાં પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને વિવિધ સંસ્થાઓ અને એસોસિએશને આવકાર્યું. સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યારે કોરોના ચેઇન તોડવી ખૂબ જરૂરી હોવાથી સુરેન્દ્રનગરમાં આગામી પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની જાહેરાત થવા પામી છે.
સુરેન્દ્રનગર જોરાવનગરમાં અજમો, કપૂરની ગોટી સાથેના પેકેટ તૈયાર કરી 3000થી વધુ પેકેટનું વિતરણ કરાયું
આથી આગામી તારીખ 28 એપ્રિલ થી તારીખ 2 મે એમ પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની જાહેરાત થવા પામી છે ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર વેપારી મહામંડળ, ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ, ઝાલાવાડ ફેડરેશન અને મહેતા માર્કેટ એસોસિએશનને પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉનને સંમતિ દર્શાવીને સમર્થન આપ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં બે સ્થળોએ સ્વાસ્થ્ય વર્ધક ફળો રાહત ભાવે આપવાનું આયોજન કરાયું