- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારસુરેન્‍દ્રનગર જિલ્લામાં હથિયાર બંધી

સુરેન્‍દ્રનગર જિલ્લામાં હથિયાર બંધી

- Advertisement -

સુરેન્‍દ્રનગર જિલ્લામાં હથિયાર બંધી

  • કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે
  • એક જાહેરનામા દ્વારા સમગ્ર જિલ્લામાં હથિયાર બંધી ફરમાવેલ છે.
  • અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ શબ્દો પોકારવામાં નહી
  • સરઘસમાં જલતી અને પેટાવેલી મશાલ લઈ જવી નહીં.
સુરેન્‍દ્રનગર જિલ્લામાં હથિયાર બંધી
સુરેન્‍દ્રનગર જિલ્લામાં હથિયાર બંધી

સુરેન્‍દ્રનગર જિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્‍યાને લઇ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામા દ્વારા સમગ્ર જિલ્લામાં હથિયાર બંધી ફરમાવેલ છે. જે મુજબ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૯/૦૩/૨૦૨૧ સુધી નગરપાલિકા વિસ્‍તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્‍તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્‍ટ્રેટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્‍યા સિવાય શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ધોકા, બંદુક, લાકડી અને લાઠી, કુંડલીવાળી લાકડી તથા શારિરીક ઇજા પહોંચાડી શકે તેવા બીજા કોઇપણ સાધનો સાથે લઇ જવા નહી, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાના યંત્રો અથવા સાધનો લઇ જવા નહી, વ્યકિતઓ અથવા તેમના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા નહી તથા તૈયાર કરવા નહી કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા નહી, સુરૂચિનો ભંગ થાય અથવા તો નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહીં, તેવી ચેષ્ઠા કરવી નહીં, તેવા ચિત્રો-પત્રિકા, પ્લેકાર્ડ અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવી નહી અથવા તેનો ફેલાવો કરવો નહીં, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ શબ્દો પોકારવામાં નહી અશ્લીલ ગીતો ગાવા નહી અથવા ટોળામાં ફરવું નહીં, તેમજ કોઈ સરઘસમાં જલતી અને પેટાવેલી મશાલ લઈ જવી નહીં.

             પ્રતિબંધ સરકારી નોકરી કે કામ કરતી વ્યકિત કે જેને તેમના ઉપરી અધિકારીશ્રીએ આવું કોઇ હથિયાર લઇ જવા ફરમાવ્યું હોય અથવા કોઇપણ હથિયાર લઇ જવાની તેની ફરજ હોય તેવી વ્યકિતને તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી તથા મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્‍ટ્રેટશ્રીએ અથવા તેઓએ કે જેને શારિરીક અશકિતના કારણે લાકડી, લાઠી, લઇ જવાની પરવાનગી આપવામાં આવી હોય તેવી વ્યકિતઓને આ હુકમ લાગુ પડશે નહી.

            જો કોઇ પણ આ જાહેરનામાનો ભંગ કરશે કે ભંગ કરવામાં મદદગારી કરશે, તો દંડ અને શિક્ષાને પાત્ર થશે.

વધુ સમાચાર માટે…

 

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...