Widow Mata Bhojnalaya – નિર્ધાર દ્વારા વિધવા માતા ભોજનાલયનો શુભારંભ કરાયો.
વિધવા મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે વિવિધ સેવા કીય પ્રવૃત્તિ હાથ ધરતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સંસ્થા દ્વારા શ્રીમતી સ્મિતાબેન ડી વિ શાહ, શ્રીમતી કંચનબેન હીરાભાઈ પટેલ વિધવા માતા ભોજનાલયનો પ્રારંભ કરાયો છે. ડી વિ શાહના પ્રમુખ સ્થાને યોજાયેલ કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી મનહરભાઈ પટેલ, ભાવનાબેન પટેલના વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ડૉ.પી.સી. શાહ, રજનીકાંત ખાટડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 60 થી 85 વર્ષની વાય જૂથના જુદી-જુદી જ્ઞાતિના વૃદ્ધ વિધવા માતાને દરરોજ તેમના નિવાસ સ્થાને નિઃશુલ્ક ટિફિન સેવા અપાશે. કાર્યક્રમનું સંચાલન સંસ્થાપક શ્રી રાજેશ રાવલે કર્યું હતું.
આ કાર્યક્રમની સફળતા માટે આનંદ રાવલ નિર્ધાર રીમના બહેનો એ જહેમત ઉઠાવી હતી. આમ નિર્ધાર દ્વારા એક વિશેષ સેવા પુષ્પ સમર્પિત કરાયું છે.
World Yoga Day – સુરેન્દ્રનગર લીટલ ઓર્કિડ પ્રિ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ