સુરેન્દ્રનગરમાં ઘરફોડ ચોરી થયાના ગણતરીના કલાકોમાં
ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો એ ડિવિઝન પોલીસ
- સુરેન્દ્રનગર સીટી વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવ
- બે બાળકોની તપાસ પોલીસે હાથ ધરી હતી.

ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો એ ડિવિઝન પોલીસ
કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકો સામે કાર્યવાહી હાથ ધરાઇ
સુરેન્દ્રનગર સીટી વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવ બનતા બનાવ અન્વયે સઘન પેટ્રોલિંગ કરવા સુરેન્દ્રનગર એ ડિવિઝન પીઆઈ એન.એસ.ચૌહાણ તથા પીએસઆઇ વાય.એસ. ચુડાસમા તથા ધનરાજ સિંહ, એસ.વી. દાફડા, વિજયસિંહ વિગેરેઓએ સુરેન્દ્રનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ધનરાજ સિંહ વાઘેલા, વિજયસિંહ પરમાર ને મળેલ બાતમીના આધારે ચોરી કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકોની તપાસ પોલીસે હાથ ધરી હતી. જેમાં ચોરીમાં ગયેલ સોનાના દાગીના જેમાં સોનાનો ચેન એક, સોનાની બુટ્ટી જોડ એક, સોનાની કડી જોડ એક, સોનાની વીંટી નંગ 1 તથા રોકડા રૃપિયા ૪૨૦૦ મળી આવતા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો વિરુદ્ધ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-A.P : રોપોર્ટ